Archive for the ‘ક્રોધ 3’ Tag

શાસ્ત્ર વિધાન – ક્રોધ 3

પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ નથી કરતાં ?

યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :

 

वाच्यावाच्ये हि कुपितो न प्रजानाति कर्हिचित्।
नाकार्यमस्ति क्रुद्धस्य नावाच्यं विद्यते तथा ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯

અર્થાત – ક્રોધમાં મનુષ્યને કયારેય એ સમજાતું નથી કે શું બોલવું જોઈએ અને શું ના બોલવું જોઈએ. ક્રોધી માટે કંઈ પણ અકાર્ય નથી અને અવાચ્ય નથી