શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૬

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એ સર્પનાં મુખમાંથી છોડાવ્યા બાદ હવે યુધિષ્ઠિર અજગરને પ્રશ્નો પૂછે છે

અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૬)

दानाद्वा सर्प सत्याद्वा किमतो गुरु दृश्यते।
अहिंसाप्रिययोश्चैव गुरुलाघवमुच्यताम् ।।

— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૩, વિચારોનું વૃંદાવન

અર્થાત – દાન અને સત્યમાં શેનું પલ્લું ભારે છે ? અહિંસા અને પ્રિય વચનમાં કોનું મહત્વ અધિક છે અને શેનું ઓછું ?

सर्प उवाच।
दानं च सत्यं तत्त्वं वा अहिंसा प्रियमेव च।
एषां कार्यगरीयस्त्वाद्दृश्यते गुरुलाघवम् ।।

 

અર્થાત – દાન , સત્ય, અહિંસા અને પ્રિય વચન બોલવા એની ગુરુતા અને લઘુતા કાર્યની મહત્તા પર નિર્ભય કરે છે

क्वचिद्दानप्रयोगाद्धि सत्यमेव विशिष्यते।
सत्यवाक्याच्च राजेनद्र क्वचिद्दानं विशिष्यते ।।

અર્થાત – કોઈ દાનથી સત્યનું મહત્વ વધી જાય છે અને કોઈ દાન સત્ય ભાષણ કરતાં અધિક મહત્વ રાખે છે.

क्वचिद्दानप्रयोगाद्धि सत्यमेव विशिष्यते।
सत्यवाक्याच्च राजेनद्र क्वचिद्दानं विशिष्यते ।।

અર્થાત – કોઈ સમયે પ્રિય વચનની અપેક્ષામાં અહિંસાનું ગૌરવ અધિક છે અને ક્યારેક અહિંસા કરતા પ્રિય વચન બોલવા વધુ મહત્વનાં છે.

 


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading