Archive for the ‘મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૧’ Tag

શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૮

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એ સર્પનાં મુખમાંથી છોડાવ્યા બાદ હવે યુધિષ્ઠિર અજગરને પ્રશ્નો પૂછે છે

અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૮)

शब्दे स्पर्शे च रूपे च तथैव रसगन्धयोः।
तस्याधिष्ठानमव्यग्रो ब्रूहि सर्प यथातथम् ।।

किं न गृह्णासि विषयान्युगपत्त्वं महामते।
एतावदुच्यतां चोक्तं सर्वं पन्नगसत्तम ।। 

— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૩, વિચારોનું વૃંદાવન

અર્થાત –  શબ્દ, રૂપ , સ્પર્શ , રસ અને ગંધનો આધાર શું છે ? મન એક સાથે બધાં વિષયને ગ્રહણ કેમ નથી કરી શકતું ?

तदात्मद्रव्यमायुष्मन्देहसंश्रयणान्वितम्।
करणाधिष्ठितं भोगानुपभुङ्क्ते यथाविथि ।।

અર્થાત – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનો આશ્રય લઈને અને ઇન્દ્રિયોથી યુક્ત આત્મા નામનું જે દ્રવ્ય છે તે અનેક પ્રકારનાં ભોગ ભોગવે છે

तत्र वै मानुषाल्लोकाद्दानादिभिरनादिभिः।
अहिंसार्थसमायुक्तैः कारणैः स्वर्गमश्नुते ।।

અર્થાત –

ज्ञानं चैवात्र बुद्धिश्च कमश्च भरतर्षभ।
तस्य भोगाधिकरणे करणानि निबोध मे ।।

અર્થાત –  જ્ઞાન,બુદ્ધિ અને મન આ શરીરનાં કરણ સમજવા

मनसा तात पर्येति क्रमशो विषयानिमान्।
विषयायतनत्वेन भूतात्मा क्षेत्रविष्ठितः ।।

અર્થાત – પાંચ વિષયોનાં આધારભૂત પંચભૂતથી બનેલું આ શરીરમાં આત્મા વસે છે. અને આ જ શરીરમાં સ્થિતી પામેલું મન આ પાંચ વિષયોનો ઉપભોગ કરે છે

तत्रचापि नरव्याघ्र मनो जन्तोर्विधीयते।
तस्माद्युगपदत्रास्य ग्रहणं नोपपद्यते ।।

અર્થાત – વિષયોના ઉપભોગ સમયે જીવાત્માનું મન એક જ વિષયને નિયંત્રણ કરે છે આથી આ મન દ્વારા એક સાથે અનેક વિષય ભોગવવા સંભવ નથી

स आत्मा पुरुषव्याघ्र भ्रुवोरन्तरमाश्रितः।
बुद्धिं द्रव्येषु सृजति विविधेषु परावराम् ।।

અર્થાત – આત્મા બંન્ને ભ્રમરની વચ્ચે સ્થિર બનીને ઉત્તમ-અધમ બુદ્ધિથી ભિન્ન ભિન્ન દ્રવ્યો અને વિષયો તરફ પ્રેરિત કરે છે