શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૧
પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે
હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.
એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એનાં મુખમાંથી છોડાવા સર્પનાં પ્રશ્નોનાં ઉત્તર આપવા તૈયાર થયાં. અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે
सर्प उवाच।
ब्राह्मणः को भवेद्राजन्वेद्यं किंच युधिष्ठिर।
ब्रवीह्यतिमतिं त्वां हि वाक्यैरनिमिनोमि ते ।।
— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૨
અર્થાત – બ્રાહ્મણ કોણ છે અને એ લોકોએ જાણવા યોગ્ય તત્વ શું છે ? મહારાજ યુધિષ્ઠિર , તમારી વાતોથી એમ લાગે છે કે તમે બુદ્ધિમાન છો
મહારાજ યુધિષ્ઠિર જવાબ આપતાં કહે છે :
सत्यं दानं क्षमा शीलमानृशंस्यं तपो घृणा।
दृश्यन्ते यत्रनागेन्द्रस ब्राह्मण इति स्मृतः ।।
અર્થાત: જે વ્યક્તિમાં સત્ય, દાન , ક્ષમા, સુશીલતા , ક્રૂરતાનો અભાવ, તપસ્યા અને દયા – આ સર્વ સદગુણ જોવા મળે તે બ્રાહ્મણ કહેવાય છે
वेद्यं सर्प परं ब्र्हम निर्दुःखमसुखं च यत्।
यत्रगत्वा न शोचन्ति भवतः किं विवक्षितं ।।
અર્થાત: જાણવા યોગ્ય તત્વ પરમ બ્રહ્મ છે , જે દુ:ખ અને સુખથી પર છે , તથા જયાં પહોંચ્યાં બાદ અથવા જેને જાણ્યા બાદ મનુષ્ય શોકને પાર કરી નાખે છે. આ બાબતમાં તમારે શું કહેવું છે ?
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Nice must understand and follow. assheth