Archive for the ‘યુધિષ્ઠર’ Tag

જાણવા જેવું : સ્ત્રીનું મહત્વ

पूज्या लालयितव्याश्च स्त्रियो नित्यं जनाधिप।
स्त्रियो यत्र च पूज्यन्ते रमन्ते तत्र देवताः।।

अपूजिताश्च यत्रैताः सर्वास्तत्राफलाः क्रियाः।
तदा चैतत्कुलं नास्ति यदा शोचन्ति जामयः।।

नैव भान्ति न वर्धन्ते श्रिया हीनानि पार्थिव।।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૮૧

ભીષ્મ પિતામહ યુધિષ્ઠરને ઉપદેશ આપતાં કહે છે ” જ્યાં સ્ત્રીઓનો આદર થાય છે ત્યાં જ દેવતાઓ પ્રસન્નપૂર્વક નિવાસ કરે છે . જે ઘરમાં સ્ત્રીઓનો અનાદર થાય છે , તે ઘરમાં થતી દરેક ક્રિયા , વૈદિક કે નિર્વાહ માટેની વૃત્તિ નિષ્ફળ જાય છે . જે કુળની વહુ અને દીકરીઓને દુ:ખ મળવાથી શોક થાય છે , તે કુળનો નાશ થાય છે. તેમની શોભા , સમૃદ્ધિ અને સંપત્તિનો નાશ થાય છે ”