Archive for the ‘શાસ્ત્રવિધાન’ Category
શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૩
પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે
હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.
એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એનાં મુખમાંથી છોડાવા સર્પનાં પ્રશ્નોનાં ઉત્તર આપવા તૈયાર થયાં. અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૩)
सर्प उवाच।
यदि ते वृत्ततो राजन्ब्राह्मणः प्रसमीक्षितः।
वृथा जातिस्तदायुष्मन्कृतिर्यावन्न विद्यते ।।
— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૨
અર્થાત – હે રાજન , અગર આચારથી બ્રાહ્મણની પરીક્ષા કરવામાં આવે તો જ્યા સુધી આચાર અનુસાર કર્મ ના કરે ત્યાં સુધી એની જાતિ વ્યર્થ છે
મહારાજ યુધિષ્ઠિર જવાબ આપતાં કહે છે :
जातिरत्रमहासर्प मनुष्यत्वे महामते।
संकरात्सर्ववर्णानां दुष्परीक्ष्येति मे मतिः ।।
અર્થાત: મનુષ્યોમાં જાતિની પરીક્ષા કરવી અત્યંત કઠિન છે , કારણકે સમય દરેક વર્ણોનો પરસ્પર સંકર (સંમિશ્રણ) કરે છે , એવો મારો વિચાર છે
सर्वे सर्वास्वपत्यानि जनयन्ति यदा नराः।
वाङ्मैथुनमथो जन्म मरणं च समं नृणाम् ।।
इदमार्षं प्रमाणं च ये यजामह इत्यपि।
तस्माच्छीलं प्रधानेष्टं विदुर्ये तत्त्वदर्शिनः ।।
અર્થાત: દરેક મનુષ્ય સદા સર્વ જાતિઓની સ્ત્રીઓથી સંતાન ઉત્પન્ન કરે છે. વાણી, મૈથુન, જન્મ અને મરણ – આ સર્વ મનુષ્યમાં એક જેવા દેખાય છે. શ્રુતિમાં પણ “જે અમે લોકો” એમ કહીને યજ્ઞ કરે છે એમાં જાતિનો નિશ્ચર્ય ના થવાથી સામાન્યરૂપે નિર્દેશ કરે છે. આથી તત્વદર્શી વિદ્વાને , શીલને પ્રધાનતા આપવી જોઈએ અને એને અભીષ્ટ માનવી જોઈએ
Leave a comment