Archive for the ‘શાસ્ત્રવિધાન’ Category

શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૨

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એનાં મુખમાંથી છોડાવા સર્પનાં પ્રશ્નોનાં ઉત્તર આપવા તૈયાર થયાં.  અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૨)

सर्प उवाच।

चातुर्वर्ण्यं प्रमाणं च सत्यं च ब्रह्म चैव हि।
आनृशंस्यमहिंसा च घृणा चैव युधिष्ठिर ।। 

અર્થાત – સત્ય અને પ્રમાણભૂત બ્રહ્મ ચારે વર્ણો હિતકારક છે. સત્ય, દાન, અક્રોધ , ક્રૂરતાનો અભાવ , અહિંસા અને દયા – આ સદ્ગુણ તો શુદ્રમાં પણ હોય છે.

वेद्यं यच्चात्र निर्दुःखमसुखं च नराधिप।
ताभ्यां हीनं पदं चान्यन्न तदस्तीति लक्षये ।।

અર્થાત – હે રાજન , તમે જાણવા યોગ્ય તત્વ સુખ અને દુ:ખની પર બતાવ્યા છે , પણ સુખ અને દુ:ખ રહિત કોઈ બીજી વસ્તુની સત્તા મને અહીં દેખાતી નથી.

— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૨

અર્થાત –

મહારાજ યુધિષ્ઠિર જવાબ આપતાં કહે છે :

शूद्रे तु यद्भवेल्लक्ष्म द्विजे तच्च न विद्यते।
न वै शूद्रो भवेच्छूद्रो ब्राह्मणो न च ब्राह्मणः ।।

અર્થાત: અગર શુદ્રોમાં (સત્ય, દાન , ક્ષમા, સુશીલતા , ક્રૂરતાનો અભાવ, તપસ્યા અને દયા) – ઉપર્યુક્ત લક્ષણ જોવા મળે અને તે બ્રાહ્મણમાં જોવા ના મળે તો એ શુદ્ર શુદ્ર નથી અને એ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી

यत्रैतल्लक्ष्यते सर्प वृत्तं स ब्राह्मणः स्मृतः।
तत्रैतन्न वेत्सर्प तं शूद्रमिति निर्दिशेत् ।।

અર્થાત: જેમાં આ લક્ષણ હયાત છે એને બ્રાહ્મણ કહેવાય છે અને જેનામાં આ લક્ષણોનો અભાવ છે તે શુદ્ર કહેવાય છે

यत्पुनर्भवता प्रोक्तं न वेद्यं विद्यतेति च।
ताभ्यां हीनमतोऽन्यत्र पदं नास्तीति चेदपि ।।

અર્થાત: જયારે તમે એમ કહ્યું કે સુખ અને દુ:ખ સિવાય કોઈ વેદ્ય (જ્ઞાન) તત્વ છે જ નહિ , તમારો એ મત પણ યોગ્ય છે. સુખ દુઃખથી શૂન્ય (સુખ અને દુઃખ વગરનું) કોઈ પદાર્થ નથી.

एवमेतन्मतं सर्प ताभ्यां हीनं तु विद्यते।
यथा शीतोष्णयोर्मध्ये भवेन्नोष्णं न शीतता ।।
एवं वै सुखदुःखाभ्यां हीनमस्ति पदं क्वचित्।
एषा मम मतिः सर्प यथा वा मन्यते भवान् ।।

અર્થાત: પણ એવું એક પદ પણ છે , જેમ બરફમાં ગરમી નથી અને અગ્નિમાં શીતળતા નથી, એ જ પ્રમાણે એ જ્ઞાનનું પદ વાસ્તવમાં સુખ અને દુ:ખ રહિત છે એવો મારો મત છે , પછી તમે જેવું માનો