Archive for the ‘શાસ્ત્રવિધાન’ Category

શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૪

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એનાં મુખમાંથી છોડાવા સર્પનાં પ્રશ્નોનાં ઉત્તર આપવા તૈયાર થયાં.  અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૪)

મહારાજ યુધિષ્ઠિર બ્રાહ્મણની વ્યાખ્યા સમજાવતાં કહે છે :

प्राङ्गाभिवर्धनात्पुंसो जातकर्म विधीयते।
तत्रास्य माता सावित्री पिता त्वाचार्य उच्यते ।।

મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૨

અર્થાત: જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે નાળછેદ પહેલાં એનાં જાત-કર્મ સંસ્કાર થાય છે , એમાં એની માતા સાવિત્રી કહેવાય છે અને પિતા આચાર્ય.

वृत्त्या शूद्रसमो ह्येष यावद्वेदेन जायते।
तस्मिन्नेवं मतिद्वैधे मनुः स्वायंभुवोऽब्रवीत् ।।
कृतकृत्याः सर्ववर्णा यदि वृत्तं न पश्यति।
संकरस्त्वत्र नागेन्द्र बलवान्प्रसमीक्षितः ।।

અર્થાત: જ્યારે બાળકનાં ઉપ-નયન સંસ્કાર કરીને એને વેદનો સ્વાધ્યાય ના કરવામાં આવે ત્યાં લગી એ શુદ્ર સમાન ગણાય છે જાતિ વિષયક સંદેહ હોવા પર સ્વયંભુ મનુએ આ નિર્ણય આપ્યો છે. અને વૈદિક સંસ્કાર અને વેદાધ્યન કરવા પાર પણ જો બ્રાહ્મણાદિ વર્ણોમાં અપેક્ષિત શીલ અને સદાચારનો ઉદય ના થાય તો એમાં વરણસંકરતા પ્રબળ છે એવું વિચારપૂર્વક નિશ્ચર્ય કરવામાં આવ્યું છે

यत्रेदानीं महासर्प संस्कृतं वृत्तमिष्यते।
तं ब्राह्मणमहं पूर्वमुक्तवान्भुजगोत्तम ।।

અર્થાત: આ સમયમાં જેમાં સંસ્કાર સાથે સદાચારની ઉપલબ્ધી હોય તે જ બ્રાહ્મણ છે – જે હું પહેલા પણ બતાવી ચુક્યો છું

આટલું સાંભળીને અજગર કહે છે

सर्प उवाच।
श्रुतं विदितवेद्यस्य तव वाक्यं युधिष्ठिर।
भक्षयेयमहं कस्माद्भ्रातरं ते वृकोदरम् ।।

અર્થાત : યુધિષ્ઠિત સાંભળવા યોગ્ય તમે સર્વ વાતો જાણો છો અને મેં એ બરાબર સાંભળી છે , આથી હું તમારા ભાઈ ભીમને કેવી રીતે ખાઈ શકું ?