શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૭
પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે
હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.
એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એ સર્પનાં મુખમાંથી છોડાવ્યા બાદ હવે યુધિષ્ઠિર અજગરને પ્રશ્નો પૂછે છે
અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૭)
कथं स्वर्गे गतिः सर्प कर्मणां च फलं ध्रुवम्।
अशरीरस्य दृश्येत प्रब्रूहि विषयांश्च मे ।।
— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૩, વિચારોનું વૃંદાવન
અર્થાત – મનુષ્યને સ્વર્ગ પ્રાપ્ત અને કર્મોને નિશ્ચયરૂપે મળવાવાળું ફળ કેવા પ્રકારે જોવા મળે છે અને દેહાભિમાન રહિત મનુષ્યની ગતિ કેવા પ્રકારની હોય છે ?
तिस्रो वै गतयो राजन्परिदृष्टाः स्वकर्मभिः।
मानुषं स्वर्गवासश्च तिर्यग्योनिश्च तत्रिधा ।।
અર્થાત – પોત પોતાનાં કર્મો અનુસાર જીવ ત્રણ પ્રકારની ગતિઓ જોય છે , સ્વર્ગલોકની પ્રાપ્તિ , મનુષ્ય યોનિમાં જન્મ અને પશુ-પક્ષી (તથા નરકમાં) આદિ યોનિઓમાં ઉત્પન્ન થવું. બસ આ ત્રણ યોનિઓ છે (જે ઉર્ધ્વ ગતિ , મધ્ય ગતિ અને અધોઃગતિ નામે પ્રસિદ્ધ છે)
तत्र वै मानुषाल्लोकाद्दानादिभिरनादिभिः।
अहिंसार्थसमायुक्तैः कारणैः स्वर्गमश्नुते ।।
અર્થાત – આ યોનીઓમાંથી જે મનુષ્ય યોનિમાં જન્મ લઈને આળસ અને પ્રમાદનો ત્યાગ કરી, અહિંસાનું પાલન કરી , દાન અને આદિ શુભ કર્મો કરે છે તેને પુણ્ય કર્મને કારણે સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે
विपरीतैश्च राजेन्द्र कारणैर्मानुषो भवेत्।
तिर्यग्योनिस्तथा तात विशेषश्चात्र वक्ष्यते ।।
क्रामक्रोधसमायुक्तो हिंसालोभसमनवितः।
मनुष्यत्वात्परिब्रष्टस्तिर्यग्योनौ प्रसूयते ।।
અર્થાત – આનાથી વિપરીત કારણોને લીધે મનુષ્યયોનિમાંથી પશુ-પક્ષી આદિ યોનિમાં જન્મ લેવો પડે છે. આ યોનિમાં જન્મઆથી નું કારણ કામ, ક્રોધ, લોભ અને હિંસામાં તત્પર રહેનાર પોતાની માનવતા ભ્રષ્ટ કરે છે અને પોતાની મનુષ્ય બનવાની યોગ્યતા ખોઈ બેસે છે અને આથી પશુ-પક્ષી યોનિમાં જન્મ લે છે
तिर्यग्योन्याः पृथग्भावो मनुष्यार्थे विधीयते।
गवादिभ्यस्तथाऽश्वेभ्यो देवत्वमपि दृश्यते ।।
અર્થાત – પછી મનુષ્ય જન્મની પ્રાપ્તિ માટે એમનો તિર્યક યોનિમાંથી ઉદ્ધાર થાય છે ગાય અને અશ્વઓને તિર્યક યોનિમાંથી દેવત્વ પ્રાપ્ત થઇ શકે છે
सोयमेता गतीस्तात जन्तुश्चरति कार्यवान्।
निम्ने महति चात्मानमवस्थाप्य च वै नृप ।।
जातो जातश्च बलवान्भुङ्क्ते नाम्नाऽथ देहवान्।
फलार्थस्तात निष्पृक्तः प्रजालक्षणभावनः ।।
અર્થાત –
પ્રયોજન વશ જીવ ત્રણ ગતિઓમાં ફરતો રહે છે , કર્મફળની લાલચ રાખનાર દેહાભિમાન મનુષ્ય વારંવાર પરવશતાને કરેને જન્મ લે છે અને સુખ તથા દુ:ખનો અનુભવ કરે છે. પણ જે કર્મ ફળમાં આસક્ત નથી એ પ્રજાજનની પાલનની ભાવનાવાળા જીવ પોતાના આત્માને નિત્ય પરબ્રહ્મ પરમાત્મા લીન કરે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply