શાસ્ત્ર વિધાન – ક્રોધ ૧
પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ કરતાં
યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :
क्रोधो हन्ता मनुष्याणां क्रोधो भावयिता पुनः।
इति विद्धि महाप्रात्रे क्रोधमूलौ भवाभवौ ।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯
અર્થાત – ક્રોધ મનુષ્યને મારવાવાળો છે અને ક્રોધને જીતી લીધો તો અભ્યુદય (કલ્યાણ) પ્રાપ્ત થાય છે. ઉન્નતિ અને અવનતિ – આ બંન્નેનું મૂળ ક્રોધ છે. (ક્રોધને જીતવાથી ઉન્નતિ અને ક્રોધને વશીભૂત થવાથી નુકશાન થાય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply