શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૮)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો અઠ્ઠયાવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
कः पण्डिः पुमान्ज्ञेयो नास्तिकः कश्च उच्यते।
को मूर्खः कश्चकामः स्यात्को मत्सर इति स्मृतः ।।
અર્થાત : કોને પંડિત કહેવાય ? નાસ્તિક કોને કહે છે ? મુર્ખ કોણ છે ? કામ શું છે અને મત્સર કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
धर्मज्ञः पण्डितो ज्ञेयो नास्तिको मूर्ख उच्यते।
कामः संसारहेतुश्च हृत्तापो मत्सरः स्मृतः ।।
અર્થાત : ધર્મજ્ઞને પંડિત કહે છે. નાસ્તિક મુર્ખ છે અને મુર્ખ નાસ્તિક છે. જે જન્મ મરણ રૂપ સંસારનું કારણ છે તે વાસના કામ છે અને હૃદયનો તાપ એ મત્સર છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply