શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૭)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્ધુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ સાતમો શ્લોક છે . ( છઠ્ઠો શ્લોક )

વન્દ્યુ સાતમાં શ્લોકમાં કહે છે

सप्त ग्राम्याः पशवः सप्त वन्याः
सप्त च्छन्दांसि क्रतुमेकं वहन्ति।
सप्तर्षयः सप्त चाप्यर्हणानि
सप्तन्त्री प्रथिता चैव वीणा ।।

અર્થાત : ગ્રામ્ય પશુઓ સાત છે . (ગાય, બળદ, કુતરા, ભેંશ, બકરાં, ઘેંટાં , ગધેડા ). વન્ય પશુની સંખ્યા સાત છે . તે જ પ્રમાણે વન્ય પ્રાણીની સંખ્યા સાત છે . (હાથી , હરણ ,વાંદરા, ઘોડા, સસલાં , પાડા, ખિસકોલી) . યજ્ઞને પૂર્ણ કરવાવાળા સાત છંદ છે. (ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી – જે વેદની ઋચાઓ તરીકે ઓળખાય છે) . ઋષિ પણ સાત છે . ( દરેક મન્વંતરમાં અલગ અલગ સપ્તર્ષિ હોય છે . જેમ કે આ વૈવસ્વત મન્વંતરના સાત ઋષિ કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ) . માન આપવાની સાત રીત છે . ( સ્વાગત, આસન, નમન , પૂજા, પાદ્ય, દંડવત્ , પ્રદક્ષિણા ) . વીણામાં તંતુ પણ સાત છે .

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૮)


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

2 comments so far

  1. […] અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ આઠમો શ્લોક છે . ( સાતમો શ્લોક ) […]


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading