શાસ્ત્રવિધાન: સાચું તપ
त्यागश्च सन्नतिश्चैव शिष्यते तप उत्तमम्।
सदोपवासी स भवेद्ब्रह्मचारी सदा भवेत्।।
અર્થાત: ત્યાગ અને વિનય ઉત્તમ તપ છે અને જે તેનું પાલન કરે છે તે નિત્ય ઉપવાસી અને સતત બ્રહ્મચારી છે .
मासपक्षोपवासेन मन्यन्ते यत्तपो जनाः।
आत्मतन्त्रोपधातस्तु न तपस्तत्सतां मतम्।।
અર્થાત: એક મહિનાનો અથવા પંદર દિવસનો ઉપવાસને અભણ જન તપ માને છે. એવું કરવાથી આત્મજ્ઞાનને બાધા પહોંચે છે.
अन्तरा प्रातराशं च सायमाशं तथैव च।
सदोपवासी स भवेद्यो न भुङ्क्तेऽन्तरा पुनः।।
અર્થાત: જે માત્ર સવારે અને સાંજે ભોજન કરે છે અને બે સમયની વચ્ચે કંઈ નથી કરતાં તે નિત્ય ઉપવાસી કરનાર જાણવો
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply