Archive for the ‘સદ્દભાવ રામાયણ’ Tag
ચોપાઈ: સ્ત્રીના પ્રકાર
“અનસુયા ગીતા” ( “સદ્દભાવ રામાયણ”માં વાચેલું ):
અનસુયા (અત્રી ઋષિના પત્ની) સીતાજીને નારીધર્મ સમજાવતા કહે છે, સ્ત્રીના ચાર પ્રકાર છે :
કે અસ બસ મન-માહીં,
સપનેહૂં આં પુરુષ જગ નાહીં.
અર્થાત : ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે જે સ્વપ્નમાં પણ પોતાના પતિ સિવાય બીજો કોઈ પુરુષ ન દેખાય. ભલે પછી સાક્ષાત ભગવાન પણ સામે આવી ઉભા રહે.
પરપતિ દેખઈ કૈસે ,
ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે .
અર્થાત : મધ્યમ પ્રકારની સ્ત્રી પરાયા પતિને , પોતાના સગા ભાઈ , પિતા કે પુત્ર રૂપે જોય છે. જો પુરુષ પોતાથી મોટી ઉમરનો હોય તો પિતા રૂપે , સમાન વયનો હોય તો ભાઈના ભાવથી અને નાની ઉમરનો હોય તો પુત્રના સંબંધે જોય છે.
ધર્મ બિચારી સમુઝિ કુલ રહઈ ,
સો નિકિષ્ટ ત્રીય શ્રુતિ અસ કહઈ.
અર્થાત : જે ધર્મનો વિચાર કરી અને પોતાના કુળનિ મર્યાદા સમજીને ખોટું કરતા બચે છે તે સ્ત્રી નીચ પ્રકારની છે. આવી સ્ત્રીનું મન જયારે અભદ્ર કે અસંસ્કૃત બને ત્યારે ધર્મ અને કુળની પરંપરા એને ખોટું કરતા રોકે છે.
બિનુ અવસર ભય તેં રાહ જોઈ,
જાનેહુ અધમ નારિ જગ સોઈ
અર્થાત : જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભય વશ પતિવ્રતા રહે છે તેને અધમ સ્ત્રી જાણવી.
મારા મત મુજબ આ ચોપાઈ પુરુષો માટે પણ એટલી જ લાગુ પડે છે.
Comments (3)