Archive for the ‘મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૧’ Tag

શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૫

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એ સર્પનાં મુખમાંથી છોડાવ્યા બાદ હવે યુધિષ્ઠિર અજગરને પ્રશ્નો પૂછે છે

અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૫)

भवानेतादृशो लोके वेदवेदाङ्गपारगः।
ब्रूहि किं कुर्वतः कर्म भवेद्गतिरनुत्तमा ।। 1 ।।

અર્થાત – તમે સંપૂર્ણ વેદ અને વેદાંગનાં પરાગામી છો અને દુનિયામાં તમારી એવી ખ્યાતિ છે , તો જણાવો કેવું કર્મનું આચરણ કરવાથી સર્વોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે

सर्प उवाच।
पात्रे दत्त्वा प्रियाण्युक्त्वा सत्यमुक्त्वा च भारत।
अहिंसानिरतः स्वर्गं गच्छेदिति मतिर्मम ।।

— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૩, વિચારોનું વૃંદાવન

અર્થાત – હે રાજન , આ વિષયમાં મારો એવો વિચાર છે કે , મનુષ્ય સુપાત્રને દાન આપે , સત્ય અને પ્રિય વચન બોલે ,અહિંસા ધર્મમાં તત્પર રહે એવા મનુષ્યને સ્વર્ગ (ઉત્તમ ગતિ) પ્રાપ્ત થાય છે