Archive for the ‘ક્રોધ ૨’ Tag
શાસ્ત્ર વિધાન – ક્રોધ ૨
પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ નથી કરતાં ?
યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :
क्रुद्धः पापं नरः कुर्यात्क्रुद्धो हन्याद्गुरूनपि।
क्रुद्धः परुषया वाचा श्रेयसोऽप्यवमन्यते ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯
અર્થાત – ક્રોધમાં મનુષ્ય પાપ કરે છે. ક્રોધમાં વશીભૂત મનુષ્ય ગુરુજન / કુટુંબીઓની હત્યા કરે છે. ક્રોધમાં આવેલો પુરુષ પોતાની કઠોર વાણી દ્વારા શ્રેષ્ઠ મનુષ્યનું અપમાન કરે છે
Leave a comment