Archive for the ‘કાળ પ્રમાણે આપેલાં દાનનું પુણ્ય ફળ’ Tag
જાણવા જેવું : કાળ પ્રમાણે આપેલાં દાનનું પુણ્ય ફળ
માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે
पर्वसु द्विगुणं दानमृतौ दशगुणं भवेत्।
अब्दे दशगुणं प्रोक्तमनन्तं विषुवे भवेत् ।।
ऋतुषु दशगुणं वदन्ति दत्तं शतगुणमृत्वयनादिषु ध्रुवम्।
भवति सहस्रगुणं दिनस्य राहो-र्विषुवति चाक्षयमश्नुते फलम् ।।
–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩
અર્થાત : પર્વ (ઉત્સવ)નાં સમયે આપેલું જ્ઞાન બે ગણું અને ઋતુનાં આરંભમાં આપેલું દાન દસ ગણું પુણ્ય દાયક છે. અયન (ઉત્તરાયણ અને દક્ષિણાયન આરંભ દિન પર) કરેલું દાન સો ગણું પુણ્ય દાયક આપે છે . ગ્રહણ (ચંદ્ર અને સૂર્યગ્રહણ) સમયે આપેલું દાન હજાર ગણું પુણ્ય દાયક છે. વિષુવ યોગમાં (દિવસ રાત્રિ સમાન થવાં એ દિવસે) , કન્યા, ધનુ , મિથુન અને મીન રાશિઓની સંક્રાતિમાં (પરિવર્તનનો સમય), અક્ષય ગણાય છે.
Leave a comment