જાણવા જેવું – વેદ

વેદના ચાર પ્રકાર :- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.

  • ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
  • યજુર્વેદ : યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
  • સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
  • અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.

વેદના છ  અંગ છે

  • શિક્ષા – પહેલું અંગ, આ વેદાંગ વેદના મંત્રોને યોગ્ય રીતે કેમ બોલવા તે શીખવે છે. (ઉચ્ચારશાસ્ત્ર)
  • કલ્પ – જેમાં યજ્ઞયાગાદિક ક્રિયાના નિયમોનું પ્રતિપાદન મળે છે (ક્રિયાવિધિશાસ્ત્ર)
  • વ્યાકરણ –  એ પ્રધાનતમ અંગ છે, ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ અપભ્રષ્ટ શબ્દનો પ્રયોગ અટકાવે છે
  • નિરુક્ત – વેદનું ચોથું અંગ. શબ્દ, મૂળ, વ્યુત્પત્તિ, વૈદિક પદો તથા પદાર્થોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર (વ્યુત્પત્તિશાસ્ત્ર),
  • છંદ – વેદના યથાપદ્ધતિ સ્વાધ્યાય માટે છંદાદિનું નિયમન અને જ્ઞાન આપનારૂં શાસ્ત્ર.
  • જ્યોતિષ – ગણિત, ફળ અને મુહૂર્ત વડે યજ્ઞયાગાદિ ક્રિયા માટે શોભન કાળનો નિર્ણય કરનારૂં શાસ્ત્ર

વેદના ચાર  ઉપ  અંગ છે

  • પુરાણ
  • ન્યાય
  • મીમાંસા
  • ધર્મશાસ્ત્ર

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading