જાણવા જેવું – લક્ષ્મી ક્યાં રહેતા નથી
લક્ષ્મી ક્યાં રહેતા નથી :
- જે ઘરમાં ફૂલ પગ નીચે કચડાય છે ત્યાં લક્ષ્મીજી બિરાજતાં નથી. (ઈન્દ્રએ દુર્વાસાએ આપેલી ફૂલમાળા ફગાવી દીધી હતી)
- જે ઘરમાં સાયંકાળે કજિયા થાય છે ત્યાં લક્ષ્મીજી બિરાજતાં નથી, કારણ કે સાયંકાળે લક્ષ્મી-નારાયણ ઘેર આવે છે.
- જે ઘરનાં બારણાં આગળ આવેલા ભિખારીનું અપમાન થાય છે તે ઘેર લક્ષ્મીજી બિરાજતાં નથી.
- સાયંકાળે જે સૌભાગ્યવતી સ્ત્રી માથું ઓળવા બેસે તે ઘરમાં પણ લક્ષ્મીજી બિરાજતાં નથી. કારણ કે સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીજીનો વાસ છે.
- જ્યાં નિર્દયી અને નિષ્ઠુર પુરુષો વસે છે ત્યાં લક્ષ્મીજી બિરાજતાં નથી.
- જ્યાં કામી પુરુષો વસે છે ત્યાં લક્ષ્મીજી બિરાજતાં નથી.
મહાલક્ષ્મીનું વાહન ગરુડ છે જ્યારે અલક્ષ્મીનું વાહન ઘુવડ છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply