Archive for the ‘યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ’ Tag
શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (3૧)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો એકત્રીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
प्रियवचनवादी किं लभते
विमृशितकार्यकरः किं लभते।
बहुमित्रकरः किं लभते
धर्मे रतः किं लभते कथय ।।
અર્થાત : મધુર વચન બોલવાવાળાને શું મળે છે ? સમજી વિચારીને કાર્ય કરનારને શું પ્રાપ્ત થાય છે ? જે બહુ મિત્રો બનાવી લે તેને શો લાભ થાય છે ? જે ધર્મનિષ્ઠ છે એ શું મેળવે છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
प्रियवचनवादी प्रीयो भवति
विमृशितकार्यकरोऽधिकं जयति।
बहुमित्रकरः सुखं वसत
यश्च धर्मरतः स गतिं लभते ।।
અર્થાત : મધુર વચન બોલવાવાળા સહુને પ્રિય બને છે. સમજી વિચારીને કાર્ય કરનારને સફળતા પ્રાપ્ત થાય છે. જે બહુ મિત્રો બનાવી લે તે સુખીથી જીવે છે અને જે ધર્મનિષ્ઠ છે એને સદ્દગતિ મળે છે.
Comments (2)