Archive for the ‘બક મુની’ Tag
જાણવા જેવું : ચિરંજીવી મનુષ્યોનું દુ:ખ
ઇંદ્ર લાખો વર્ષોની આયુવાળા બક મુનીને પ્રશ્ન પૂછે છે :
शतं वर्षसहस्राणि मुने जातस्य तेऽनघ।
समाख्याहि मम ब्रह्मन्किं दुःखं चिरजीविनाम् ।।
–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૧૯૬
અર્થાત : તમારી અવસ્થા લાખો વર્ષની છે , તમારા અનુભવનાં આધાર પર તમે જણાવો કે ચિરંજીવી મનુષ્યોને શું દુ:ખ હોય છે ?
अप्रियैः सह संवासः प्रियैश्चापि विनाभवः।
असद्भिः संप्रयोगश्च तद्दुःखं चिरजीविनाम् ।।
અર્થાત : અપ્રિય સાથે રહેવું પડે છે , પ્રિય જનોનું મૃત્યુ થવાથી એમનો વિયોગ સહન કરવો પડે છે અને આ દુ:ખ સાથે જીવન વ્યતીત કરવું પડે છે. દૃષ્ટ મનુષ્યનો સંગ પ્રાપ્ત થાય છે , ચિરંજીવ મનુષ્ય માટે આ મહાન દુ:ખ છે
Leave a comment