Archive for the ‘ક્ષમાનો અવસર ૨’ Tag

શાસ્ત્ર વિધાન – ક્ષમાનો અવસર ૨

ભક્ત શિરોમણી પ્રહલાદ પોતાનાં પ્રપૌત્ર બલિને ક્ષમા કયા અવસર પર કરવી જોઈએ તેનો બોધ આપતાં કહે છે

 

अबुद्धिमाश्रितानां तु क्षन्तव्यमपराधिनाम्।
न हि सर्वत्र पाण्डित्वं सुलभं पुरुषेण वै ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૮

અર્થાત – અજાણતાંમાં કોઈએ અપરાધ કર્યો હોય , તો એ અપરાધ સદાય ક્ષમા યોગ્ય છે , કારણકે કોઈ પણ મનુષ્ય સર્વત્ર વિદ્વતા સુલભ (સર્વજ્ઞ અને સર્વદા બુદ્ધિમાન ) હોય તે સંભવ નથી

 

अजानता भवेत्कश्चिदपराधः कृतो यदि।
क्षन्तव्यमेव तस्याहुः सुपरीक्ष्य परीक्षया ।।

અર્થાત – કાળજીપૂર્વક તપાસ બાદ જો એ સિદ્ધ થાય કે અમુક અપરાધ અજ્ઞાનતાવશ થયો છે તો એ ક્ષમાને યોગ્ય છે