જાણવા જેવું : અત્યંત દુષ્કર (કઠિન) શું છે ? દાન ધર્મ કે તપશ્ચર્યા ?
મહારાજ યુધિષ્ઠિર મહર્ષિ વ્યાસને પૂછે છે :
भगवन्दानधर्माणआं तपसो वा महामुने।
किंस्विद्बहुगुणं प्रेत्य किं वा दुष्करमुच्यते ।।
–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૬૦
અર્થાત – હે મહામુનિ , દાન ધર્મ અને તપશ્ચર્યામાં કોનું ફળ પરલોકમાં અધિક માનવામાં આવે છે અને આ બન્નેમાં અત્યંત દુષ્કર (કઠિન) શું છે ?
વ્યાસજી જણાવે છે :
दानान्न दुष्करं तात पृथिव्यामस्ति किंचन।
अर्थे च महती तृष्णा स च दुःखेन लभ्यते ।।
परित्यज्य प्रियान्प्राणान्प्रविशन्ति रणाजिरम्।
तथैव प्रतिपद्यन्ते समुद्रमटवीं तथा ।।
कृषिगोरक्ष्यमित्येके प्रतिपद्यन्ति मानवाः।
पुरुषाः प्रेष्यतामेके निर्गच्छन्ति धनार्थिनः ।।
तस्माद्दुःखार्जितस्यैव परित्यागः सुदुष्करः।
सुदुष्करतरं दानं तस्माद्दानं मतं मम ।।
–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૬૦
અર્થાત – દાનથી દુષ્કર કાર્ય આ પૃથ્વી પર કશું નથી. લોકોને ધનનો અધિક લોભ હોય છે અને ધન અધિક કષ્ટ કરવાથી મળે છે. લોકો જાત જાતનું (સમુદ્રમાં ડૂબકી મારી રત્નો પામવા, જંગલમાં રખડીને ધન કમાવું, ખેતી, ગૌ પાલન , નોકરી માટે વિદેશ પર્યટન ) દુ:ખ સહન કરીને ધન એકઠું કરે છે આથી એનો પરિત્યાગ કરવો કપરો છે . આથી દાન સર્વ શ્રેષ્ઠ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply