પૌરાણિક કથા – શિવ ધનુષ

तदा तु देवतास्सर्वा: पृच्छन्ति स्म पितामहम्।
शितिकण्ठस्य विष्णोश्च बलाबलनिरीक्षया।।

એક સમયની વાત છે અને દેવતાઓને ભગવાન નીલકંઠ (શિવ) અને વિષ્ણુમાં કોણ અત્યંત શક્તિશાળી છે તે જાણવાની ઉત્કંઠા થઇ અને આ વાત તેમણે બ્રહ્મા સમક્ષ પ્રગટ કરી.

अभिप्रायं तु विज्ञाय देवतानां पितामह:।
विरोधं जनयामास तयो स्सत्यवतां वर:।।

પરમપિતા બ્રહ્માજીએ દેવોની વાત જાણી , બે દેવ વચ્ચે તકરાર ઉભી કરી.

અહી સમજવાનું એ છે કે શિવજી વિષ્ણુના આત્મા છે અને વિષ્ણુ શિવના આરાધ્ય દેવ છે. આથી બે વચ્ચે કંકાસ શક્ય નથી . પરંતુ આ કથા ભગવાનની લીલા સમજી ચાલવાનું છે.

विरोधे च महद्युद्धमभवद्रोमहर्षणम् ।
शितिकण्ठस्य विष्णोश्च परस्परजिगीषुणो:।।

આ વિરોધે , શંકર અને વિષ્ણુ વચ્ચે વિજયની આશાથી ભીષણ યુદ્ધ છેડાયું જેમાં સહુના રુંવાડા ઉભા થઇ જાય.

दा तु जृम्भितं शैवं धनुर्भीमपराक्रमम्।

हुङ्कारेण महादेव स्तम्भितोऽथ त्रिलोचन:।।

ભગવાન વિષ્ણુએ “હુંકાર” (ધનુષ્ય છોડતાં હુંઉંઉં જેવો અવાજ થાય છે તે)  કર્યો જેથી ભગવાન શિવનું ધનુષ્ય બહુ પહોળું થઇ ગયું અને શંકર ભગવાન નિશ્ચલ થઇ ગયાં.

આ જોઈ દેવર્ષિ, સપ્તર્ષિ અને દેવતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે ભગવાન વિષ્ણુ પરાક્રમમાં ભગવાન શિવ કરતા ચઢિયાતા છે . આથી ભગવાન રુદ્ર ક્રોધે ભરાઈ એ ધનુષનો ત્યાગ કર્યોં  અને એ ધનુષને પોતાના શિષ્ય “પરશુરામ” ને ભેટ કર્યું .  જે પરશુરામે  એકવીશ વખત પૃથ્વીને ક્ષત્રિય વગરની બનાવ્યાં બાદ વિદેહરાજ જનકના પૂર્વજ રાજર્ષિ દેવવ્રતને  સોપ્યું અનેમહેંદ્ર પર્વત પર તપ કરવા નીકળી ગયાં . 

ભગવાન વિષ્ણુ તો શિવ ભક્ત હતાં  આથી એમની એજ પ્રણાલિકા પ્રમાણે ભગવાન વિષ્ણુએ પોતાનાં ધનુષનો ત્યાગ કર્યોં  અને એ ધનુષ્ય ભૃગુ વંશજમાં ઉત્પન્ન થયેલા મહા તેજસ્વી ઋચિક ઋષિને સોપ્યું, જે વંશ-પરંપરા પ્રમાણે બ્રહ્મર્ષિ જમદગ્નિ અને છેવટે ભગવાનનાં અંશાવતાર પરશુરામ પાસે આવ્યું.

આ બે ધનુષનું મહત્વ જણાવતાં  પરશુરામજી કહે છે:  

इमे द्वे धनुषी श्रेष्ठे दिव्ये लोकाभिविश्रुते।

दृढे बलवती मुख्ये सुकृते विश्वकर्मणा।।

અર્થાત: આ બે દિવ્ય ધનુષ (ભગવાન શિવનું  “પિનાક“, ભગવાન વિષ્ણુનું “શાર્ઙ્ગ“)  સર્વ લોકમાં પ્રચલિત છે. આ ધનુષ દ્રઢ , શક્તિશાળી , સર્વ ધનુષોમાં શ્રેષ્ઠ અને “વિશ્વકર્મા” દ્વારા એક જ સમયે બનાવવામાં આવેલ છે.

अतिसृष्टं सुरैरेकं त्र्यम्बकाय युयुत्सवे।

त्रिपुरघ्नं नरश्रेष्ठ! भग्नं काकुत्स्थ! यत्त्वया।

અર્થાત: હે રામ , નરશ્રેષ્ઠ , જે ધનુષ્ય તમારાથી તૂટ્યું છે તે દેવતાઓ દ્વારા ભગવાન શિવને ભેટ આપવામાં આવ્યું હતું. આ એક ધનુષ્ય છે જેનાં વડે  ભગવાને ત્રિપુરા રાક્ષસનો નાશ કર્યોં હતો. 

ભગવાન શિવનાં ધનુષ્ય  માટે કહેવાય છે કે

नृणां शतानि पञ्चाशद्व्यायतानां महात्मनाम्।
मञ्जूषामष्टचक्रां तां समूहुस्ते कथञ्चन।।

અર્થાત: પાંચસો કદાવર અનુચર , જે અત્યંત શક્તિશાળી હતા તે બહુ મુશ્કેલીથી આઠ પૈડાવાળી ગાડી ખસેડી રહ્યાં  હતાં  જેના પર એ શિવ ધનુષ મુકેલું હતું .

 नैतत्सुरगणास्सर्वे नासुरा न च राक्षसा:।
गन्धर्वयक्षप्रवरा: सकिन्नरमहोरगा:।।

–રામાયણ , બાલકાંડ , સર્ગ ૬૭

અર્થાત: અનેક દેવ , દાનવ, રાક્ષસ , કિન્નર, મહાન સર્પ .તથા ગંધર્વ અને યક્ષ આ ધનુષને ઉચકવા અથવા વાપરવામાં અક્ષમ્ય છે .

સંતોનાં મત મુજબ રાવણને સીતાજીનાં સ્વયંવરની વાત સાંભળી. શિવજીનું એ ઉત્કૃષ્ટ ધનુષ્ય અને ત્રિલોક સુંદરી જાનકીને પામવા રાવણ આમંત્રણ વગર ત્યાં પહોચી ગયો. તેણે  એક સમયે ભગવાન શિવ અને પાર્વતીને કૈલાશ પર્વત સાથે ઊંચકી લીધા હતાં. તે સમયે તેનું અભિમાન તોડવા ભગવાન શિવે પોતાના ડાબા પગના અંગુઠાને જરા દબાવ્યો અને એના ભાર નીચે રાવણ કૈલાશ સહીત એની નીચે દબાઈ ગયો પોતાની અવદશા જોઈ રાવણે ભગવાન શિવની અનેક સ્તુતિ કરી પ્રસન્ન કર્યાં અને પોતાની એ સ્થિતિમાંથી છુટકારો મેળવો .

ભગવાન શિવ તેની શક્તિ અને સ્તુતિ પર પ્રસન્ન થઇ તેને વરદાન આપ્યું કે ત્રણે લોકમાં શૈવની  શક્તિ અને હરિની ભક્તિ  સિવાય તે કોઈ પણ વસ્તુ ,જડ કે ચેતન , સ્થાવર કે જંગમ ઉચકી શકશે. (આથી રામયાણમાં બે પ્રસંગ છે જેમાં રાવણ બે પાત્રોને ખસેડી શકતો નથી. એક મિથિલાના રાજ દરબારમાં ભગવાન શિવનું ધનુષ્ય (શિવ શક્તિ) અને પોતાના રાજદરબારમાં કિષ્કિંધાનો યુવરાજ અંગદનો એક પગ  (હરિ  ભક્ત), જયારે તે દૂત તરીકે રાવણની સાથે  છેલ્લી વાર વિષ્ટિ કરવા આવ્યો હતો).

આ વરદાનનું અને પોતાની શક્તિનાં અભિમાનમાં , તેને પ્રથમ બે હાથ વડે શિવ ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો . જ્યારે એ ધનુષ એક તલ જેવું પણ નાં ખસ્યું ત્યારે તેને પોતાના વીસ  હાથ સાથે પ્રયત્ન કર્યો  અને નિષ્ફળ થયો.

रावनु बानु महाभट भारे।

देखि सरासन गवँहिं सिधारे।।

તુલસીદાસજી કહે છે , આ શરમજનક પ્રસંગથી રાવણ ચુપચાપ ત્યાંથી આ ધનુષને પ્રણામ કરી ત્યાંથી તરત નીકળી  ગયો. બાણાસુર જેવો મહા ભટ્ટ પણ પ્રયત્ન વગર ત્યાંથી ચાલી ગયો .ત્યાર  બાદ અનેક ભૂપ , સુભટ ધનુષને ઉચકવા આગળ આવ્યા પણ સહુ હાર પામ્યાં.

भूप सहस दस एकहि बारा। 

लगे उठावन टरइ न टारा।।

અર્થાત:  એક સાથે દશ  હજાર રાજા એ ધનુષને ખસેડવા આગળ વધ્યાં  અને છતા એક તલ ભર ખસેડી ના શક્યાં અને ઉપહાસ નાં પાત્ર બન્યાં .

मनहुँ पाइ भट बाहुबलु अधिकु अधिकु गरुआइ

એવું લાગતું હતું કે એ ધનુષ રાજાઓનું બળ અને તેજ હરી લઇ વધુને વધુ ભારે અને શક્તિશાળી બનતું જતું હતું.

दमकेउ दामिनि जिमि जब लयऊ।

पुनि नभ धनु मंडल सम भयऊ।।

જયારે ભગવાન શ્રી રામે આ શિવ ધનુષ્ય ઉચક્યું ત્યારે તે એક વીજળીની જેમ ચમક્યું અને આકાશમંડળની  જેમ ગોળાકાર થઇ ગયું

लेत चढ़ावत खैंचत गाढ़ें। काहुँ न लखा देख सबु ठाढ़ें।।
तेहि छन राम मध्य धनु तोरा। भरे भुवन धुनि घोर कठोरा।।

પ્રભુએ ક્યારે તે ધનુષ્ય ઉચક્યું , ચઢાવ્યું અને ખેચ્યું , આ ત્રણે ક્રિયા કોઈ જોઈ નાં શક્યું એટલી ત્વરા અને સ્ફૂર્તિથી ભગવાને એ ક્રિયા કરી અને મધ્યમાંથી તે ધનુષ્ય તોડી નાખ્યું જેના અવાજ ચૌદ ભુવનમાં સંભળાયો .

भरे भुवन घोर कठोर रव रबि बाजि तजि मारगु चले।
चिक्करहिं दिग्गज डोल महि अहि कोल कूरुम कलमले।।
सुर असुर मुनि कर कान दीन्हें सकल बिकल बिचारहीं।

આ ઘોર , કઠોર અવાજ દરેક લોકમાં ગુજી ઉઠ્યો . એ સાંભળી સૂર્ય પોતાનો માર્ગ છોડી દીધો , દિશાઓના દિગ્ગજ  ચીત્કાર ઉઠ્યા, પૃથ્વી ડગમગી ઉઠી , વરાહ , કચ્છપ અને શેષ નાગ ડોલી ઉઠ્યા . દેવ , દાનવ અને મુનિ કાન પર હાથ મૂકી વિચારમાં પડી ગયા કે આ ભયંકર અવાજ પ્રલયની શરૂઆત તો નથી?

આવું અદભુત હતું એ શિવ ધનુષ


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading