મનપસંદ કવિતા : વિશેષ માણસ બનવું નથી (જગદીશ દેસાઈ)

લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,
જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.
અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,
થાય કસોટી તારી, એ પગથીયું કદી ચઢવું નથી.

હશે મન સાફ, તો અંતરમાં બિરાજે છે તું આપોઆપ,
દીધું છે…ને દેશે જ, ભલામણ જેવું કંઈજ કરવું નથી.
હજી માણસ જ સમજ્યો છે ક્યાં , માણસની ભાષા?
તારામાં લીન થાઉં, એથી વિશેષ માણસ બનવું નથી..

 

—  જગદીશ દેસાઈ


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading