Archive for the ‘મનપસંદ કવિતાઓ’ Tag

મનપસંદ કવિતાઓ : મોંઘી પડી – કીર્તિ વાઘેલા

કામ પાછળ ઠેલવાની ટેવ બહુ મોંઘી પડી

કાળ સાથે ખેલવાની ટેવ બહુ મોંઘી પડી

કાલે જે મિત્રો હતાં તે આજે દુશ્મન થઈ ગયા

સાવ સાચું બોલવાની ટેવ બહુ મોંઘી પડી

 

આયખાની કોઈ વાતો ગુપ્ત નાં રાખી શક્યા

દિલ બધે જઇ ખોલવાની ટેવ બહુ મોંઘી પડી

એટલે તો ટોપલીમાં બંધ થઇ રહેવું પડયું

બીન સાથે ડોલવાની ટેવ બહુ મોંઘી પડી

 

– કીર્તિ વાઘેલા