મારી કવિતા – કદાચ પીધું છે ઝેર…
આવ્યો છું ઘણો દૂર આજ ,
તારી શોધ કરતાં
કદાચ પીધું છે ઝેર,
તારા પ્રેમનું આમ હસતાં
છોડું છું ઘણું આજ
તને યાદ કરતાં ,
કદાચ મેળવ્યું છે વેર,
તારા વિયોગનું આમ રડતાં
રાખુ છું એક આશા
તને વિદાય કરતાં,
કદાચ શોધું છું અમૃત,
તારા મિલનનું આમ મરતાં
કરું છું પસાર હર એક ક્ષણ
તારું સ્મરણ કરતાં ,
કદાચ ચાહું છું મરણ ,
“યાર” તારા વગર આમ જીવતા
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply