જાણવા જેવું : શરીરના દોષ અને તેને નાશ કરવાના ઉપાય
પિતામહ ભીષ્મ ધર્મરાજ યુધિષ્ઠિરને બોધ આપતા કહે છે :
कामक्रोधौ भयं निद्रा पञ्चमः श्वास उच्यते।
एते दोषाः शरीरेषु दृश्यन्ते सर्वदेहिनाम्।|
અર્થાત: કામ , ક્રોધ , ભય , નિંદ્રા અને શ્વાસ લેવો આ પાંચ શરીરના દોષ છે , જે દરેક દેહધારીમાં જોવા મળે છે .
छिन्दन्ति क्षमया क्रोधं कामं संकल्पवर्जनात्।
सत्वसंसेवनान्निद्रामप्रमादाद्भयं तथा।
छिन्दन्ति पञ्चमं श्वासमल्पाहारतया||
અર્થાત: સત્પુરુષ ક્ષમાથી ક્રોધનો , સંકલ્પથી કામનો , સત ગુણોનાં સેવનથી નિંદ્રાનો , પ્રમાદનો ત્યાગથી ભયનો અને અલ્પ આહારના સેવન દ્વારા શ્વાસના દોષનો નાશ કરી શકે છે.
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૦૭
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply