છેલ્લે તો આપણે બે જ હોઈશું – મૃગાંક શાહ

છેલ્લે તો આપણે બે જ હોઈશું
ભલે ઝગડીએ , ક્રોધ કરીએ ,
એક બીજા પર તૂટી પડીએ,
છેલ્લે તો આપણે  બે જ હોઈશું

જે કહેવું હોય એ કહી લે ,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં  ચોકઠાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

હું રીસાઇશ તો તું મને મનાવજે
તું રીસાઇશ તો હું મને મનાવીશ
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

આંખો જયારે ઝાંખી થશે ,
યાદ શક્તિ પણ પાંખી થશે,
ત્યારે એક બીજાને શોધવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

ઘુંટણ જ્યારે દુ:ખતા થશે ,
કેડ પણ વળવી મુશ્કેલ થશે,
ત્યારે એકબીજાનાં પગના નખ કાપવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

મારાં રીપોર્ટસ તદ્દન નોર્મલ છે .
હું એકદમ ઓલ રાઈટ છું,
એમ કહી એકબીજાને છેતરવા ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

સાથ જયારે છુટી  જશે ,
વિદાયની ઘડી  આવી જશે ,
ત્યારે , એક બીજાને માફ કરવાં ,
છેલ્લે તો આપણે બે જ હોઈશું

— કવિ શ્રી મૃગાંક શાહ


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

2 comments so far

  1. અમીષા શાહ's avatar અમીષા શાહ on

    આ કવિતા કવિ શ્રી મૃગાંક શાહ જે વડોદરા માં રહે છે એમની છે.

    • yaarji's avatar yaarji on

      આભાર 🙏🏼


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading