જાણવા જેવું – વાયુના પ્રકાર

વાયુના સાત પ્રકાર છે:

૧. પ્રવહ : જે તાપ અને ગરમીથી ઉત્પન્ન થતા વાદળના સમુહને ફેરવે છે તે માર્ગમાં પ્રવાહિત થતાં વાયુને “પ્રવહ” કહે છે.

૨. આવહ: જે આકાશમાં તેજ(વીજળી ) અને રસ માત્રા (પાણી ) ઉત્પન્ન કરે છે તથા ભારે અવાજ સાથે ભ્રમણ કરે છે તે વાયુને “આવહ” કહે છે

૩. ઉદ્રહ: જે સાગરનું જળ ગ્રહણ કરી આકાશમાં વાદળની ઘટા બનાવે છે (વરાળ) તે માર્ગમાં ભ્રમણ કરતા વાયુને “ઉદ્રહ” કહે છે

૪. સંવહ: જે વાયુથી વાદળ મેઘ બની વરસે છે , જેમાં વહન  કરવું સરળ અને પરિશ્રમ વગર હોય છે તે માર્ગમાં ભ્રમણ કરતા વાયુને “સંવહ” કહે છે

૫. વિવહ: જે વાયુ કઠોર ભાવથી વૃક્ષોને તોડી , જડ-મૂળમાંથી ઉખાડી ફેંકે છે , જે અત્યંત વેગવાળા અને ભયાનક ઉત્પાત સાથે ભીષણ વરસાદ લાવે  છે , તે વાયુને “વિવહ” કહે છે

૬. પરિવહ: જેના આધાર પર આકાશગંગા સ્થિર થઇ સમસ્ત લોકમાં “દિવ્ય” જળ પ્રવાહિત કરે છે અને જેના વડે પૃથ્વી પ્રકાશિત થાય છે અને ચંદ્રમાંના કિરણોને પોષણ મળે છે , તે સંપૂર્ણ વિજયશીલ યુક્ત તત્વોમાં શ્રેષ્ઠ વાયુને “પરિવહ” કહે છે

૭. પરાવહ: જે વાયુ અંતકાળમાં  સમસ્ત પ્રાણીઓના પ્રાણોને શરીરમાંથી નીકળે છે,  અને જેનુંઅતિક્રમણ (ઉલ્લંઘન) કરવું અંત્યંત કઠીન છે , તે વાયુને “પરાવહ” કહે છે

— નારદ પુરણ


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading