શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૮

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 अघो न क्षीयते जातु यस्मात्तस्मादधोक्षजः।
नराणामयनाच्चापि ततो नारायणः स्मृतः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત – ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય “અધોઃ” (નીચેની તરફ) ક્ષીણ નથી થતાં આથી “અધોક્ષજ” તરીકે પણ ઓળખાય છે. તથા “નરો” (જીવ) નાં અયન (આશ્રિત) હોવાને કારણે “નારાયણ” પણ કહેવાય છે. “નાર” એટલે પાણી અને “યણ” એટલે સ્થાન , એટલે કે જે ક્ષીર સાગરમાં સ્થિત શેષનાગ પર બિરાજે છે તે “નારાયણ”