Archive for the ‘સોળ પ્રકારનાં દાન વ્યર્થ’ Tag

જાણવા જેવું : સોળ પ્રકારનાં દાન વ્યર્થ

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

आरूढपतिते दत्तमन्यायोपहृतं च यत्।
व्यर्थं तु पतिते दानं ब्राह्मणे तस्करे तथा ।।

गुरौ चानृतिके पापे कृतघ्ने ग्रामयाजके।
वेदविक्रयिणे दत्तं तथा वृषलयाजके ।।

ब्रह्मबन्धुषु यद्दत्तं यद्दत्तं वृषलीपतौ।
स्त्रीजितेषु च यद्दत्तं व्यालग्राहे तथैव च ।।

परिचारकेषु यद्दत्तं वृथा दानानि षोडश।
तमोवृतस्तु यो दद्याद्भयात्क्रोधात्तथैव च ।। 

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩

અર્થાત :

અર્થાત : જે વનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાંથી ફરી ગૃહ આશ્રમમાં પ્રવેશ કર્યો હોય , અન્યાયથી કમાવેલા ધનનું દાન, પતિત બ્રાહ્મણ આપેલું દાન , ચોરોને આપેલું દાન, પિતા આદિ ગુરુજનોને આપેલું દાન ( પોતાનાં વડીલને ધન આપવું એ કર્તવ્ય છે, ધર્મ છે ), મિથ્યાવાદી , પાપી , કૃતધ્ન, ગામનો પુરોહિત , વેદોનો વિક્રય કરનાર (જ્ઞાનને વેચવાવાળો) , નીચ બ્રાહ્મણ , શુદ્રનાં પતિ બનેલો બ્રાહ્મણ, સાપોને પકડીને એનો વ્યવસાય કરનારો , સેવકોને આપેલું દાન , સ્ત્રીઓને આપેલું દાન વ્યર્થ છે

આ સોળ પ્રકારનાં દાન વ્યર્થ છે.