Archive for the ‘વસંત થયાં’ Tag

વસંત થયાં

એક કળી ખીલી અને અચરતી આજ નેન થયાં.

                  કોક પતંગને વનરાજિમાં, આજ થોડાં ચેન થયાં.

એના પરિમલની પ્રસરતી વા દેખી,

                  કોક મન આજ ધરા પર બેચેન થયાં.

એક લતા દીઠબંદી અને ચમનમાં આજ લેહ થયાં

                  કોક મયૂરને ક્રીડામાં, આજ થોડાં નેહ થયાં

એના યૌવનની ખીલતી ભા દેખી,

                   કોક તરવરને આજ કુંજમાં સ્નેહ થયાં

એક સરિતા ધૂનિ અને ગિરિવરમાં આજ રંગ થયાં

                    કોક ભરતીને સમંદરમાં, આજ થોડાં તરંગ થયાં

એક વિરહની સફરને અંત કરી,

                    “યાર” , કોક જીવન આજ વસંત થયાં.