Archive for the ‘નીતિ ધર્મ’ Tag

નીતિ ધર્મ – આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી

प्राणात्यये विवाहे वकत वयमनृतं  भवेत् |
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||

— આદિ પર્વ, મહાભારત

स्त्रीषु नर्मविवाहे च वृत्यर्थे प्राणसंकटे ।
गोब्राह्मणार्थे हिंसायां नानृतं स्याज्जुगुप्सितम ॥४३॥

— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૮ , અધ્યાય ૧૨

અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના  સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.

શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી

  • લગ્ન પ્રસંગે , વર-વધુના  ખોટા વખાણ કરવામાં દોષ નથી
  •  હાસ્ય-વિનોદના પ્રસંગ વખતે જો ખોટું બોલાય તો એ વાતનો દોષ નથી.
  • પ્રાણ પર સંકટ આવે  ત્યારે જો અસત્ય બોલવાથી પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • ગૌ-રક્ષાના પ્રસંગ સમયે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • જો કોઈ બ્રાહ્મણ વિપત્તિમાં હોય અને અસત્ય બોલવાથી જો તેની વિપત્તિનો નાશ થતો હોય તો અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
  • આપણા અસત્ય બોલવાથી કો અન્યના પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
  • સ્ત્રીને પ્રસન્ન કરવામાં ખોટું બોલવું પડે તો એમ કરવામાં દોષ નથી
  • વ્યાપાર-ધંધા  ખોટ કે આજીવિકા જતી રહેવાનું સંકટ આવે ત્યારે સત્ય છુપાવામાં  કોઈ દોષ નથી.