નીતિ ધર્મ – આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
प्राणात्यये विवाहे वकत वयमनृतं भवेत् |
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
— આદિ પર્વ, મહાભારત
स्त्रीषु नर्मविवाहे च वृत्यर्थे प्राणसंकटे ।
गोब्राह्मणार्थे हिंसायां नानृतं स्याज्जुगुप्सितम ॥४३॥
— શ્રીમદ ભાગવત મહાપુરાણ , સ્કંધ ૮ , અધ્યાય ૧૨
અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.
શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
- લગ્ન પ્રસંગે , વર-વધુના ખોટા વખાણ કરવામાં દોષ નથી
- હાસ્ય-વિનોદના પ્રસંગ વખતે જો ખોટું બોલાય તો એ વાતનો દોષ નથી.
- પ્રાણ પર સંકટ આવે ત્યારે જો અસત્ય બોલવાથી પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
- ગૌ-રક્ષાના પ્રસંગ સમયે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
- જો કોઈ બ્રાહ્મણ વિપત્તિમાં હોય અને અસત્ય બોલવાથી જો તેની વિપત્તિનો નાશ થતો હોય તો અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
- આપણા અસત્ય બોલવાથી કો અન્યના પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
- સ્ત્રીને પ્રસન્ન કરવામાં ખોટું બોલવું પડે તો એમ કરવામાં દોષ નથી
- વ્યાપાર-ધંધા ખોટ કે આજીવિકા જતી રહેવાનું સંકટ આવે ત્યારે સત્ય છુપાવામાં કોઈ દોષ નથી.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply