Archive for the ‘તો શું કરવું..’ Tag

તો શું કરવું..

ગળું તરસે તો પાણી પીવાય ,

દિલ તરસે તો શું કરવું ?

 

ઘર સળગે તો વીમો લેવાય ,

સપના સળગે તો શું કરવું ?

 

આભ વરસે તો છત્રી લેવાય ,

આંખો વરસે તો શું કરવું ?

 

સિંહ ગરજે તો ભાગી જવાય ,

અહંકાર ગરજે તો શું કરવું ?

 

શરીર ભડકે તો રોકી લેવાય ,

મન ભડકે તો શું કરવું ?

 

કાંટો ખટકે તો કાઢી લેવાય ,

કોઈ વાત ખટકે તો શું કરવું ?

 

માણસ મલકે તો ખુશી થાય ,

મૌત મલકે તો શું કરવું ?

 

પીડા છલકે તો ગોળી લેવાય ,

વેદના છલકે તો શું કરવું ?

 

અજગર જકડે તો છૂટી જવાય ,

લત જકડે તો શું કરવું ?

 

પોલીસ પકડે તો જામીન થાય ,

જીદ પકડે તો શું કરવું…!!!