Archive for the ‘જમણો હાથ’ Tag

શાસ્ત્રવિધાન : જમણી બાજુ

देवगोष्ठे गवां मध्ये ब्राह्मणानां क्रियापथे।
स्वाध्याये भोजने चैव दक्षिणं पाणिमुद्धरेत्।।

— મહાભારત, શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય

અર્થાત: દેવમંદિર , ગાયોની વચ્ચે , બ્રાહ્મણોનાં યજ્ઞ કર્મમાં , શાસ્ત્રોનાં સ્વાધ્યાય કાળે , તથા ભોજન વખતે જમણાં હાથનો ઉપયોગ કરવાની શાસ્ત્રોમાં આજ્ઞા છે .

शोचिष्केशमनड्वाहं देवगोष्ठं चतुष्पथम्।
ब्राह्मणं धार्मिकं चैव नित्यं कुर्यात्प्रदक्षिणम्।।

— મહાભારત, શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય

અર્થાત : યજ્ઞશાળા ,દેવમંદિર વગેરે પવિત્ર સ્થાન , બળદ , દેવતા , ગૌશાળા , ચાર રસ્તાની ચોકડી , ધાર્મિક મનુષ્ય , મંદિર આ સહુને તમારી જમણી દિશામાં રાખીને ચાલવાની શાસ્ત્રોમાં આજ્ઞા છે .