Archive for the ‘અનુસાશન પર્વ’ Tag

શાસ્ત્રવિધાન : ઘરમાં શું ના રાખવું જોઈએ

ધૌમ્ય ઋષિ દેવરાજ ઇન્દ્રને બોધ આપતાં કહે છે:

भिन्नभाण्डं च खट्वां च कुक्कुटं शुनकं तथा।
अप्रशस्तानि सर्वाणि यश्च वृक्षो गृहेरुहः।।

અર્થાત: ઘરમાં તૂટેલાં વાસણો , તૂટેલો ખાટલો , મરઘો,  કુતરો , અને વૃક્ષનું હોવું શુભ નથી. આ દરેક વસ્તુ ઘરમાં નાં રાખવી જોઈએ.

भिन्नभाण्डे कलिं प्राहुः खट्वायां तु धनक्षयः।
कुक्कुटे शुनके चैव हविर्नाश्नन्ति देवताः।
वृक्षमूले ध्रुवं सत्वं तस्माद्वृक्षं न रोपयेत्।।

– મહાભારત , અનુસાશન પર્વ , અધ્યાય ૧૯૦

અર્થાત: તૂટેલાં વાસણમાં કલિયુગનો વાસ છે (આથી ઘરમાં સતત લડાઈ ઝગડા થાય છે) .  તૂટેલો ખાટલાથી ધનની હાનિ થાય છે.  મરઘો કે કુતરો હોવાથી દેવતા ઘરમાં વાસ નથી કરતાં  (હવિ ગ્રહણ કરવા માટે) અને મકાનની અંદર વૃક્ષ હોય તો એનાં મૂળમાં સાપ, વીંછી અને અન્ય જંતુઓનો વાસ થાય છે જે આરોગ્ય માટે હાનીકારક છે.