Archive for the ‘અધ્યાય ૫)’ Tag

શાસ્ત્રવિધાન – યુધિષ્ઠિર અને નારદ વચ્ચેનો સંવાદ

મહારાજ યુધિષ્ઠિર નારદજીને પૂછે છે

कथं वै सफला वेदाः कथं वै सफलं धनम्।
कथं वै सफला दाराः कथं वै सफलं श्रुतम् ।।

— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૫

અર્થાત – દેવર્ષિ , વેદ કેવી રીતે સફળ થાય છે , ધનની સફળતા કેવી હોય છે , સ્ત્રીની સફળતા કેવી ગણાય અને શાસ્ત્ર જ્ઞાન કેવી રીતે સફળ થાય

अग्निहोत्रफला वेदा दत्तभुक्तफलं धनम्।
रतिपुत्रफला दाराः शीलवृत्तफलं श्रुतम्।।

અર્થાત – રાજન, વેદોની સફળતા અગ્નિહોત્રથી થાય છે , ધનની સફળતા દાન અને ભોગથી થાય છે , સ્ત્રીની સફળતા રતિ અને પુત્ર પ્રાપ્તિથી તથા શાસ્ત્રજ્ઞાન શીલ અને સદાચારથી સફળ ગણાય છે