Archive for the ‘અધ્યાય ૨૯’ Tag

શાસ્ત્ર વિધાન – ક્રોધ ૪

પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ નથી કરતાં ?

યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :

 

हिंस्यात्क्रोधादवध्यांस्तु वध्यान्संपूजयीत च।
आत्मानमपि च क्रुद्धः प्रेषयेद्यमसादनम् ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯

અર્થાત – ક્રોધમાં મનુષ્ય અવધ્ય મનુષ્યની હત્યા કરી શકે છે અને વધ્ય યોગ્ય મનુષ્યની પૂજા કરવામાં તત્પર થાય છે. એટલું જ નહીં , ક્રોધી મનુષ્ય (આત્મહત્યા દ્વારા) પોતાને યમલોકનો અતિથિ બનાવી શકે છે