Archive for the ‘અજ્ઞાત’ Tag
મનપસંદ કવિતા – એ ઘણું છે (અજ્ઞાત )
ભલે વસે નહીં જૂઠ હોઠો પર,
ફકત સત્ય ગળે અટકે;
એ ઘણું છે.
ભલે અમ્રત પામી લોકો દેવ થાય
ક્વચિત્ ઝેર પી મહાદેવ થઉં તો
એ ઘણું છે.
સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં,
પોતાનાં બની એ રહે
તે પણ ઘણું છે.
બને તો અકારણ વચન પણ ન માંગો,
કાં એ બોલ કો’ક ની મધુર રજની ના બને;
એ ઘણું છે.
હ્રદય એમ ઓછું બળે એ ઘણું છે,
વસે આંસુ આંખો તળે;
એ ઘણું છે.
સ્વજન શોધવાનાં પ્રયત્નો જ ખોટાં,
બધાં માત્ર ખુદને છળે
એ ઘણું છે.
બને તો અકારણ દુઆ પણ ન માંગો,
મહેનત મુજબ જે મળે;
એ ઘણું છે.
ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો,
ફકત જૂઠ અટકે ગળે;
એ ઘણું છે.
તું,રસ્તા ફરે એમ શાને વિચારે?
જરૂરી સ્થળે; પગ વળે
એ ઘણું છે.
— અજ્ઞાત
Comments (1)