Archive for the ‘મનપસંદ કવિતાઓ’ Category

મનપસંદ કવિતા – મિત્રો (અજ્ઞાત )

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,

મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના છે,

મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !!

 

કહે છે લોકો મને કે તારો જમાનો છે,

પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે,

એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!

 

જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ,

તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ

ભેગા મળે તો કંગાળ અને ગામમાં ફરે જમાદાર

પણ “જનાબ” ચા-નાશ્તામાં આ મિત્રો જેવા ના કોઈ ભાગીદાર

 

– અજ્ઞાત