શાસ્ત્રવિધાન : ભોજન કરવાના નિયમ

पञ्चार्द्रो भोजनं भुञ्ज्यात्प्राद्भुखो मौनमास्थितः।
न निन्द्यादन्नभक्ष्यांश्च स्वादुस्वादु च भक्षयेत्।।

— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય


અર્થાત :
 બે હાથ , બે પગ અને મોઢું આ પાંચ અંગોને ધોઈને ભોજન કરવા બેસવું જોઈએ . ભોજન સમયે મૌન ધારણ કરવું . ભોજન કરતી સમયે પીરસેલા અન્નની નિંદા ના કરવી અને એને સ્વાદિષ્ટ માનીને ગ્રહણ કરવું જોઇયે. ભોજન કર્યા બાદ હાથ ધોઈને ઉઠવું જોઇયે .

अतिथीनां च सर्वेषां प्रेष्याणां स्वजनस्य च।
सामात्यं भोजनं भृत्यैः पुरुषस्य प्रशस्यते।।

અર્થાત : ઘરનાં  અતિથી, સેવક  અને કુટુંબીજનો સર્વ માટે સમાન ભોજન બનાવવું જોઇયે.

सायंप्रातर्मनुष्याणामशनं वेदनिर्मितम्।
नान्तरा भोजनं दृष्टमुपवासी तथा भवेत्।।

અર્થાત : શાસ્ત્રો મુજબ મનુષ્યે બે ટાણે ભોજન કરવું જોઇયે : સવારે અને સાંજે , એવું વિધાન છે . એ સમય સિવાય અન્ન લેવું નિષેધ છે.

निषष्णश्चापि खादेन न तु गच्छन्कदाचन।।
– મહાભારત , અનુશાસન પર્વ અધ્યાય ૧૬૧

અર્થાત : બેસીને ભોજન કરવું , ઉઠતાં – ફરતાં ભોજન ના કરવું


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading