જાણવા જેવું : ભગવાન શંકરનું તપશ્ચર્યા સ્થાન

સંવર્ત ઋષિ મહારાજ મરુત્તને જણાવે છે કે

गिरेर्हिमवतः पृष्ठे मुञ्जवान्नाम पर्वतः।
तप्यते यत्र भगवांस्तपो नित्यमुपापतिः।।

– મહાભારત , અશ્વમેધિક પર્વ , અધ્યાય ૮

અર્થાત : હિમાલયનાં પૃષ્ઠ ભાગમાં મુઞ્જવાન્ નામનો પર્વત છે , અહીં ભગવાન શંકર સદા તપશ્ચર્યા કરે છે .

श्रिया ज्वलन्दृश्यते वै बालादित्यसमद्युतिः।
न रूपं शक्यते तस्य संस्थानं वा कदाचन।
निर्देष्टुं प्राणिभिः कैश्चित्प्राकृतैर्मांसलोचनैः।।

અર્થાત :  શંકર ભગવાનનો શ્રીવિગ્રહ તેજથી જાજલ્યમાન રહે છે. આ સ્થાનને શોધવું શક્ય નથી. સંસારનું કોઈ પણ પ્રાણી પોતાનાં ચર્મચક્ષુઓ  વડે ભગવાનનાં આ દિવ્ય સ્વરૂપને જોઈ નથી શકતાં.

नोष्णं न शिशिरं तत्र न वायुर्न च भास्करः।
न जारा क्षुत्पिपासे वा न मृत्युर्न भयं नृप।

અર્થાત : આ પર્વત પર ના અધિક ગરમી છે ના અત્યંત ઠંડક , ના વાયુનો પ્રકોપ છે ના સૂર્યનો પ્રચંડ તાપ. અહીં કોઈ પણ  ભૂખ કે  તરસથી હેરાન નથી થતું અને  વૃદ્ધા અવસ્થા તથા મૃત્યુને અહીં પ્રવેશ નથી  . અહીં કોઈ પણ પ્રકારનો ભય નથી.

 


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading