જાણવા જેવું – શાસ્ત્રોના પ્રકાર

હિન્દુ ધર્મના શાસ્ત્રો ત્રણ પ્રકારના છે. શ્રુતિ- સ્મૃતિ અને પુરાણ.

શ્રુતિ:  પરમાત્મા વિષેના જ્ઞાનનો અનુભવ  તપશ્ચર્યાનાં બળે પોતાના અંતરાત્મામાં ઉદભવે, એટલે અંતઃકરણમાં સંભળાય,  અને જેનું નિરૂપણ જેમાં થયું છે તેને શ્રુતિ કહે છે.

સ્મૃતિ : આર્યોના નિયમનાં શાસ્ત્રો જેમાં  રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરે પ્રાચીન શાસ્ત્રકારોએ પોતાની સ્મૃતિ અને સમાજનાં હિત માટે જેમાં લખ્યાં છે તે નિયમોનો  ગ્રંથો.

પુરાણ:  કથાઓ દ્વારા માનુષ, અર્ધમાનુષ અને દિવ્ય માનુષની પ્રચલિત થયેલી આખ્યાયિકાઓનો  સંગ્રહગ્રંથ , આવા અઢાર પુરાણો છે જેના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. આ પુરાણો છે – બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, ભવિષ્ય, નારદ, માર્કન્ડેય, અગ્નિ,  બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કન્દ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરૂડ, અને બ્રહ્માંડ પુરાણ. આ બધા પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ૪ લાખ છે.


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading