શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૪)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ચૌદમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किंस्विदेकपदं धर्म्यं किंस्विदेकपदं यशः।
किंस्विदेकपदं स्वर्ग्यं किंस्विदेकपदं सुखम् ।।
અર્થાત : ધર્મનું મુખ્ય સ્થાન ક્યાં છે ? યશનું મુખ્ય સ્થાન ક્યાં છે ? સ્વર્ગનું મુખ્ય સ્થાન ક્યાં છે ? અને સુખનું મુખ્ય સ્થાન ક્યાં છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
दाक्ष्यमेकपदं धर्म्यं दानमेकपदं यशः।
सत्यमेकपदं स्वर्ग्यं शीलमेकपदंसुखम् ।।
અર્થાત : ધર્મનું મુખ્ય સ્થાન દક્ષતા (લાયકાત) છે. યશનું મુખ્ય સ્થાન દાન છે. સ્વર્ગનું મુખ્ય સ્થાન સત્ય છે. અને સુખનું મુખ્ય સ્થાન શીલ (ચારિત્ર્ય) છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply