શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૫)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો પાંચમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किमेकं यज्ञियं साम किमेकं यज्ञियं यजुः।
का चैषां वृणुते यज्ञं कां यज्ञो नातिवर्तते ।।
અર્થાત : કઈ વસ્તુ યજ્ઞીય સામ છે ? કોણ એક વસ્તુ યજ્ઞીય યજુ: છે ? કોણ યજ્ઞનું વરણ કરે છે ? કઈ એક વસ્તુનું યજ્ઞ અતિક્રમણ નથી કરતું ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
प्राणो वै यज्ञियंसाम मनो वै यज्ञियं यजुः।
ऋगेका वृणुते यज्ञं तां यज्ञो नातिवर्तते ।।
અર્થાત: પ્રાણ યજ્ઞીય સામ છે. મન વસ્તુ યજ્ઞીય યજુ: છે. એક માત્ર ઋક જ યજ્ઞનું વરણ કરે છે. અને એક માત્ર ઋકનું યજ્ઞમાં અતિક્રમણ નથી થતું.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply