કોઈ નઝમ – વીણેલા મોતી (૧)
સબંધના મોતિ પરોવી રાખજો,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો .
________________________________________
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
____________________________________
ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
________________________________________
પાનખરમાં વસંત થવું મને ગમે છે,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે,
આંખ ભીની તો કાયમ રહે છે,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે.
_________________________________________
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
_____________________________________
આંસુ સુકાયા પછી જે મળવા આવે
એ સંબંધ છે,
ને આંસુ પેહેલા મળવા આવે,
એ પ્રેમ છે.
_________________________________________
દરેક ઘર નું સરનામું તો હોય …પણ….
… ગમતા સરનામે ઘર બની જાય….. એ જીવન છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply