સંત કથા – સુરદાસજી ચરિત્ર પ્રસંગ : નિર્બળ જાન કે મોહિ

હાથ છુડા કે જાત હો ,

    નિર્બળ જાન કે મોહિ ,

જાઓગે જબ હ્યદય સે ,

    સબળ કહુંગો તોહિ

— સુરદાસજી

ઉપરના  પદમાં સુરદાસજી ભગવાનને પ્રેમનો પડકાર કરે છે તે આલેખેલ  છે .

સંત સુરદાસજી રોજ રાતે ભજન સાંભળવા  અને  કીર્તન કરવા ભક્તોને ત્યાં જાતા . તેમનો અવાજ સુરીલો હતો પણ આંખે અંધ હતાં . પ્રસંગ પ્રમાણે એક વખત સુરદાસજી ઘેર જતાં રસ્તામાં એક મોટા ખાડામાં પડ્યાં . રાત હોવાથી કોઈ મદદે આવે એમ ન હતું . મુશળધાર વરસાદ પડતો હતો પણ સુરદાસજી તો ભગવાન સ્મરણમાં મસ્ત હતાં .

ભગવાને એમની ચિંતા થઇ આથી બાલકૃષ્ણ ત્યાં પધાર્યા અને તેમનો હાથ પકડી ખાડામાંથી બહાર કાઢ્યા . સુરદાસજી વિચારમાં પડ્યા આમ મધરાતે આવા વરસાદમાં કોણ મદદે આવ્યું . આથી સુરદાસજી પૂછે છે કે :

” તું કૌન હૈ ?”

બાલકૃષ્ણ કહે છે ” બાબા , હું નંદબાવાના ગામનો એક ગોવાળ છું . હું ગાયો લઇ આ બાજુથી પસાર થતો હતો . તમે ખાડામાં કિર્તન કરતા હતા . તમને બહાર કાઢવા હું આ બાજુ આવ્યો”

સુરદાસજી વિચારે છે કે કયા ગોવાળનો દીકરો હશે ?, કોને મારી પડી હશે ? આ મધરાતે કોણ ગાયો વાળતું હશે ?”

અને ત્યાં જ વિચાર ચમક્યો ” આ તો મારા શ્રી કૃષ્ણ છે , જે  મને મદદ કરવા અહી પધાર્યા છે”.

અને તે લાલાને પકડવા આગળ  વધ્યા . ઠાકોરજી તો   અંતર્યામી છે તે તરત છટકી ગયા. સુરદાસજી ત્યારે ઉપરનું પદ ગાય છે  જેનો અર્થ છે :
” તમે મને નિર્બળ જાણી હાથ છોડાવીને જાવ છો, પણ મારા હ્રદયમાંથી ભાગીને બત્તાવો તો હું તમને સબળ માનું”

સુરદાસજીએ પ્રભુને પ્રેમથી હ્રદયમાં બાંધી રાખ્યા છે . સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા પ્રેમના સગપણમાં પરતંત્ર છે .

— શ્રીમદ ભાગવત રસામૃતમાંથી


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading