શાસ્ત્રવિધાન: વસ્તુઓ જે વેચવા યોગ્ય નથી
अविक्रेयं लवणं पक्वमन्नं
दधि क्षीरं मधु तैलं घृतं च।
तिला मांसं फलमूलानि शाकं
रक्तं वासः सर्वगन्धा गुडाश्च।। ५
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૮ મો અધ્યાય ( વિદુર નીતિ )
મીઠુ, રાંધેલું અન્ન, દહીં , દૂધ , મધ , તેલ , ઘી , તાલ , ફળ , માંસ, મદિરા, લાલ કપડું , દરેક પ્રકારની ગંધ , અને ગોળ , આ બધી વસ્તુ વેચવા યોગ્ય નથી.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
હોટેલનો ધંધો તો ઘણાં વરસોથી ફાલ્યો ફુલ્યો છે. જ્યાં આ બધું જ પૈસાથી મળે છે..
તમારી વાત સો ટકા સાચી છે પણ યુગપરિવર્તન થઇ રહ્યું છે . એક સમય હતો જ્યારે જળ આપવું એ સેવા હતી , લોકો પાણીની પરબ બંધાવતા , આજે પાણીની બોટલો વેચાય છે , કારણ લોકોને વિશ્વાસ નથી કે સાદું પાણી જે એમને ધરાય છે તે સ્વચ્છ હશે કે નહીં ? ગરીબ માણસને કંઈ ફરક નથી પડતો , સધ્ધર લોકોનાં શોખ આવા પરિવર્તન લાવે છે. હોટલોમાં ખાઈને જે લોકો સંતોષનાં ઓઢકાર બોલાવે છે, તે જ લોકો ઘરે જઈ અપચાની રાડ પાડે છે .
મને આ બધી જ વસ્તુ શા માટે ના વેચાય એનું કારણ નથી ખબર. પણ મેં એ જરૂરથી વાંચ્યું છે કે અન્ન કેવી રીતે રંધાયું છે , અને જે રીતે એ ખોરાક આરોગો છે તે તમારાં માનસિક વિચાર અને બાહ્ય શરીર ઉપર સીધી અસર કરે છે . આથી તમારા ઘરનાં સભ્યોનાં હાથનું સુકું અને સાદું ભોજનમાં જે સ્વાદ આવે છે તે મારા મત મુજબ બહાર હોટલની ચટાકેદાર વાનગીઓમાં નથી આવતો કારણકે ઘરનાં ભોજનમાં પ્રેમ અને આત્મીયતા છે જ્યારે હોટલમાં માત્ર ધન કમાવાની વૃત્તિ છે . ઘરનાં વાતાવરણમાં સ્વછતા અને શાંતી છે , અને હોટલનાં વાતાવરણમાં ઘોઘાંટ અને રસોઈઘરમાં ગંદકી રહે છે.
મારો આશય અહીં પ્રસ્તુત શ્લોક દ્વારા આપણી ભૂલાતી સંસ્કૃતિ પર ધ્યાન દોરવાનો છે .
કેમ નિષેધ હશે આના પર એ જણાવશો ?
હું આ બાબત પર થોડી તપાસ કરી આ બ્લોગમાં નોંધ કરીશ . તમે જો મારી ઉપરની ટીપ્પણી વાંચી હશે તો મેં જણાવ્યા મુજબ મને આ બાબતમાં જાણકારી નથી . આ શ્લોક પર વિગતવાર વિચાર કરી હું જણાવીશ .